મકસુદ કારીગર,કઠલાલ
આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર તથા અંધજન મંડળ પોરેચા આંખની હોસ્પિટલ બારેજાના સંયુક્ત ઉપક્રમે તા. 26મી જુલાઈના રોજ ઠાસરા તાલુકાના ભદ્રાસા ગામે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં ડૉ. ફોરમ પટેલ દ્વારા મોતિયો, ઝામર, ફુલા, વેલ, પરવાળા, નાસુર, આંખોનું ઇન્ફેક્શન જેવી બીમારીઓની તપાસ કરી આઈ દ્રોપ્સ આપવામાં આવ્યા હતા ને જરૂર જણાતા દર્દીઓને ઓપરેશન અર્થે પોરેચા હોસ્પિટલ બારેજા મોકલી આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કુલ 129 ગ્રામજનોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ સાથે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની પણ ચકાસણી કરીને જરૂર ટીંપા આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ભદ્રાસાના સરપંચ, પ્રાથમિક શાળાના આચાર્ય તથા આશાદીપનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


