મકસુદ કારીગર,કઠલાલ
આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા ગળતેશ્વર તાલુકાના મેનપુરા ગામે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં સોનાબા હોસ્પિટલ સેવાલીયાના ડો.નીમાબેન ઝાલા તથા તેમની ટીમ દ્વારા ડાયાબિટીસ એવમ બી.પી. ની વિનામૂલ્યે તપાસ કરવામાં આવી ઉપરાંત જરૂરી જણાતા લોકોને દવા-ગોળીઓ પણ આપવામાં આવી હતી. કુલ 35 જેટલા લોકોએ કેમ્પનો લાભ ઉઠાવ્યો હતો. આ પ્રસંગે આશાદીપનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.