મકસુદ કારીગર,કઠલાલ
માધવ ફાઉન્ડેશન સંચાલિત બ્રાઈટ ઇન્ટરનેશનલ સ્કૂલ કઠલાલ ખાતે ” વૃક્ષો સાથે મિત્રતા ” નામક કાર્યક્રમ અંતર્ગત શાળાના તમામ બાળકો એક એક છોડ રોપી તેમજ તેમના જન્મદિવસે પણ છોડ સાથે દોસ્તી કરવાની તેમજ તેની માવજત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.આશરે ૫૦૦ જેટલા છોડ રોપવા ના આ કાર્યક્રમમાં મહુધાના આર.એફ.ઓ. રૂહીન બેન,હિતેશભાઈ તથા રવિભાઈ ઉપસ્થિત રહ્યા હતા.સંસ્થાના ડાયરેક્ટર નેહાબેન શાહે મેડિસીનલ પ્લાન્ટ વિશે તથા નિરોગી રહેવા માટે રસોડાની ઔષધિઓ વિશે માહિતીપૂર્ણ સમજ આપી હતી.


