સ્ટેશનરી એસોસિએશન ની જનરલ મિટીંગ યોજાઈ
સાબરકાંઠા – અરવલ્લી જીલ્લાના સ્ટેશનરી એસોસિએશન ની જનરલ મિટીંગ હિંમતનગરના ટાવર ચોકના શ્રી હનુમાનજી મંદિરના હોલમાં રવિવારના રોજ હસમુખભાઈ પટેલ હિંમતનગરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી અને વિવિધ હોદ્દેદારોની ત્રણ વર્ષ માટે વરણી કરવામાં આવી હતી.
જેમાં ખેડબ્રહ્મા નિકુંજ માકેઁટીંગના નિકુંજ ભોગીલાલ ચૌહાણની પ્રમુખ તરીકે તેમજ પંડ્યા સ્ટેશનરીના નિલયકુમાર પંડયાની મંત્રી તરીકે તેમજ સલાહકાર સભ્યોમાં તારક પટેલ, હસમુખ પટેલ, ગની ડોઈ તથા અન્ય બે સભ્યોની સવાઁનુમતે વરણી કરવામાં આવી હતી. નવીન હોદ્દેદારોને ઉપસ્થિત સભ્યોએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા


