*સ્થાનિક સમસ્યા નું નિરાકરણ ન આવતા સ્થાનિક લોકો રોષે ભરાયા*
તાલુકા પંચાયત દ્વારા અંબાજી ગ્રામ પંચાયત ની અંબાજી મંદિર સંચાલિત હાઇસ્કુલ ખાતે ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામ સભામાં મોટી સંખ્યામાં ગ્રામના આગેવાનો અને ગ્રામ વાસીઓ સહિત ગ્રામ પંચાયત ના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા તો સાથે સાથે તાલુકા પંચાયત ના અધિકારી પણ આ ગ્રામસભા મા હાજર રહ્યા હતા. ગ્રામ સભા મા અંબાજી ના સ્થાનિક લોકો ની સમસ્યા ના નિરાકરણ માટે ચર્ચા વિચારણા સાથે નોથ લેવામાં આવી હતી.
અંબાજી ગામ મા પાયાની સુવિધાઓ ન મળતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા. ગ્રામસભામાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈપણ નિરાકરણ ન આવતા લોકોએ ગ્રામસભા મા ભારી હોબાળો કર્યો હતો. અંબાજી ના ગ્રામજનો એ ગામ માં જળ સે નલ યોજના ના કામ બેદરકારી ને લઈને અનેકવાર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી છે છતાં અંબાજી મા જળ સે નલ યોજના ની કામગીરી સંતોષ દાયક ન હોવાના કારણે અંબાજી ના તમામ રહેઠાણ વિસ્તારોમાં આ યોજનાનો લાભ ન મળતા લોકોએ ગ્રામ પંચાયત વિરુદ્ધ આક્રોશ દર્શાવ્યો હતો. તો સાથે સાથે વર્ષો થી ચાલતી અંબાજી ગામમાં ગંદકી અને રોડ રસ્તાઓ સહિત ગટરો ને લઈને પણ ફરી એક વાર રજૂઆત કરી હતી.
અંબાજી ના રહેઠાણ વિસ્તારોમાં વર્ષોથી ચાલતી આવતી ગંદકી અને ખુલી ગટરો સહિત રોડ રસ્તાઓ ને લઈને વારંવાર ગામજનો દ્વારા રજૂઆત કરવા માં આવતી હોય છે પણ તેનું નિરાકરણ કે તેનો ઉકેલ માટે ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ પ્રયત્ન ન કરાતા અંબાજી ના રહેઠાણ વિસ્તારોની સ્થિતિ વિગત બની છે. તો સાથે સાથે લોકોને પાયાની સુવિધાઓ નથી મળી રહી જેને લઇને ગ્રામ પંચાયત ની ગ્રામસભામાં આજે હિન્દુ રક્ષા સમિતિ દ્વારા ગંદકી ખુલ્લી ગટરો અને રોડ રસ્તાઓ અને રખડતા ઢોરો ના નિરાકરણ માટે આવેદનપત્ર આપવામાં આવ્યો હતો
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


