Gujarat

 મ્યુનિસિપલ હાઈસ્કૂલ, ભાયાવદરમાં કલા ઉત્સવની શાનદાર ઉજવણી ::

જી.સી.આર.ટી. ગાંધીનગર તથા ડાયેટ સંસ્થા રાજકોટ ની સુચના અનુસાર તાજેતરમાં શ્રી મ્યુનિસિપલ હાઈસ્કુલ – ભાયાવદર ખાતે ક્યુ.ડી.સી. કક્ષાનો કલા ઉત્સવ ઉજવવામાં આવ્યો • હતો. આ કલા ઉત્સવમાં ક્લસ્ટર કક્ષાની ૮(આઠ) શાળાઓ વચ્ચે જી ટ્વેન્ટી કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા,સંગીત ગાયન અને સંગીત વાદનની સ્પર્ધા યોજવામાં આવેલ. જેમાં ચિત્ર સ્પર્ધા માધ્યમિક વિભાગમાં શ્રીમતી એલ.આર.માકડિયા હાઈસ્કુલ, જામટિંબડીની વિદ્યાર્થીની વિંઝુડા નિરાલીએ પ્રથમ સ્થાન મેળવેલ અને ઉ.મા. વિભાગમાં શ્રી ખીરસરા હાઈસ્કુલની વિદ્યાર્થીની પેથાણી વિશ્વાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ. બાળકવિ સ્પર્ધા માધ્યમિક વિભાગમાં સ્વામિનારાયણ ગુરૂકુલ, ભાયાવદરના વિદ્યાર્થી મારકણા કૃણાલે પ્રથમ સ્થાન મેળવેલ અને ઉ.મા. વિભાગમાં રાઠોડ અભયે પ્રથમ સ્થાન મેળવેલ, સંગીત ગાયન સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાં મ્યુનિસિપલ કન્યા વિદ્યાલય –ભાયાવદરની વિદ્યાર્થીની ગોંડલિયા નિયતિએ પ્રથમ સ્થાન મેળવેલ અને ઉ.મા. વિભાગમાં સ્વામિનારાયણ ગુરૂકુલ – ભાયાવદરના વિદ્યાર્થી ગેવરીયા હિત પ્રથમ આવેલ. સંગીત વાદન સ્પર્ધામાં સ્વામિનારાયણ ગુરૂકુલ – ભાયાવદરના વિદ્યાર્થી દેસાઈ તીર્થે પ્રથમ સ્થાન મેળવેલ અને ઉ.મા. વિભાગમાં ડાભી હર્ષે પ્રથમ સ્થાન મેળવેલ. આ તમામ વિદ્યાર્થીઓએ હવે પછી •એસ.વી.એસ. કક્ષાએ ભાગ લેવા જશે.
ક્યુ.ડી.સી. કન્વીનર આચાર્યશ્રી એ. એ. મકરાણીએ તમામ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન આપેલ અને તમામ વિજેતા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મ્યુનિસિપલ હાઈસ્કુલ – ભાયાવદરના શિક્ષકશ્રી આર.એમ.વરૂએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવેલ.

IMG-20230814-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *