આઝાદી કા અમૂત મહોત્સવની ઉજવણી અંતર્ગત દેશભક્તિ ગીતો અને શૌર્ય ગીતો સાથે લોકગીતો નો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ લોકડાયરો યોજાયો કઠલાલ તાલુકાના ભરકુંડા ખાતે ગાયત્રી મંદિર ચોકમાં યોજાયેલ લોકડાયરા માં જાણીતા કલાકારો જયદીપ દાન ગઢવી,એન. સી. ચૌહાણ,અલ્કા રાઠોડ તથા સંગીત ટીમ,બેન્જોમાસ્ટર જનકસીહ ડાભી, તબલચી તેજસ મીર , કિ બોર્ડ નિરવ સોલંકી,કીશન પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મોટી સંખ્યામાં ગ્રામજનોને મનોરંજન પૂરું પાડયું હતું. દિપ પ્રાગટય ગામના સરપંચ તથા આમંત્રિત આગેવાનો અને કાર્યકરો ના હસ્તે કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન એન. સી ચૌહાણ તથા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર ના સહયોગથી કરવામાં આવ્યું હતું.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ


