Gujarat

શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ વંડામાં યોજાયેલ ભવ્ય ‘’ નિવૃત્ત સારસ્વત વિદાય સન્માન તેમજ વાલી સંમેલન’’ 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ગત તા.૪ જુલાઇના રોજ સાવરકુંડલા તાલુકાના વંડા ગામે શ્રી વંડા ગ્રામ્ય વિસ્તાર કેળવણી મંડળ સંચાલિત શ્રીપી.પી.એસ.હાઈસ્કૂલ તથા શ્રી વિવેકાનંદ પ્રાથમિક શાળા-વંડામાં ‘’ નિવૃત્ત સારસ્વત વિદાય સન્માન તેમજ વાલી સંમેલન’’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાન માટે શ્રી અલ્પાબેન હીરપરાએ શ્રી પ્રવીણાબેન હાલારીની દરખાસ્ત રજુ કરીએ હતી જેને શ્રી રશ્મિબેન ઢોલરિયાએ ટેકો આપ્યો હતો. કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન શાળાના પૂર્વ ઇન્ચા.આચાર્યા શ્રી પ્રવીણાબેન હાલારીએ શોભાવ્યુ હતુ. અતિથિ વિશેષ તરીકે પૂર્વ ઇન્ચા.આચાર્ય શ્રી લાઠીયાબાપુ, શાળાના પુર્વાચાર્ય શ્રીલાલજીભાઈ પંડયા ઉપસ્થિત રહયા હતા. પ્રસંગની શરૂઆત મા સરસ્વતીની વંદનાથી કર્યા બાદ અધ્યક્ષશ્રીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાળામાંથી નિવૃત્ત થયેલ સારસ્વતશ્રીઓમાં સ્વ.જીતુભાઇ સાધુ જેમના ધર્મ પત્નિ શ્રી હંસાબેન હાજર રહેલ, શ્રી અતુલભાઇ પંડયા, શ્રી સાધનાબેન ત્રિવેદી, શ્રી અરવિંદભાઇ કુન્બી,શ્રી ભાણજીભાઇ ખુમાણ,તેમજ શ્રી કીર્તિબેન ભટ્ટ સહિત ઉપસ્થિત રહેલ નિવૃત કર્મચારીને પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યુ હતું. શાળાની બહેનો દ્વારા સ્વાગત ગીત તેમજ વિવેકાનંદ પ્રાથમિક શાળાના આચાર્યા શ્રી પ્રિયંકાબેન જાની તેમજ દક્ષાબેને તૈયાર કરાવેલ નાના ભુલકાઓ દ્વારા સ્વાગત નૃત્ય રજુ કર્યા હતા. આ તકે શાળા ટ્રસ્ટ મંડળના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મનજીબાપા તળાવિયા તથા મંત્રીશ્રી કાંતિભાઈ પાંચાણી, આચાર્યશ્રી સંજ્યભાઇ ચૌહાણ, શ્રી મનોરમાબેન દુધરેજીયા, શ્રી પ્રહલાદભાઇ ચૌહાણ, શ્રી લાલજીભાઇ કાપડિયા, શ્રી પ્રવિણભાઇ ઝીંઝુવાડીયા, શ્રી જગજીવનભાઇ ગજેરા, શ્રી હીરેનભાઇ ડાભી, શ્રી ડી.એમ.ઝડફિયા,શ્રી નીતાબેન ભટ્ટ, શ્રી સંજયભાઇ વિસાણી, શ્રી રશ્મિબેન ઢોલરિયા, શ્રી અલ્પાબેન હીરપરા, શ્રી ભરતભાઇ ગોંડલિયા,શ્રી ઉમાબેન સાંડસુર સહિત સહુએ નિવૃત સારસ્વતશ્રીઓને શાલ ઓઢાડી સન્માનપત્ર અને શુભેચ્છા ભેટ અર્પણ કરી વિદાય સન્માન કર્યુ હતુ. પ્રસંગ દરમિયાન શ્રી મનોરમાબેને શાળા સ્થાપનાને ૬૫ વર્ષ થયા હોય તે અનુરૂપ શાળાની સિદ્ધિઓ તેમજ વિશિષ્ટતાઓ અને ઉત્તમ શિક્ષણ અંગે વક્તવ્ય આપ્યુંહતુ. શ્રી હીરેનભાઇ ડાભીએ શ્રી નીતાબેન ભટ્ટે તેમની ચોટદાર મંત્રમૃગ્ધ વકતવ્ય શૈલીમાં નિવૃત સારસ્વતશ્રીઓના કાર્યકાળને બિરદ્દાવી વર્ષો સુધી શાળામાં સાથે વિતાવેલ જુની યાદો તાજી કરી હતી. આ દરમિયાન શ્રી પ્રહલાદભાઇચૌહાણ,શ્રી ઉમાબેન સાંડસુર તથા શ્રી નીતાબેન ભટ્ટ દ્વારા તૈયાર કરાવેલ સાંસ્કૃતિક કૃતિઓ તેમજ સંસ્કૃતના શ્લોકોનું મંત્રગાન કરાવવામાં આવ્યું હતું. આ તકે શાળામાં ઉપસ્થિત અધ્યક્ષશ્રી તેમજ આમંત્રિત મહેમાનોમાં શ્રી રામસિંગભાઇ જાદવે નિવૃત કર્મચારીઓને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન શ્રી પ્રહલાદ્ભાઇ ચૌહાણે તેમના પ્રવચન દ્વારા આમંત્રિત વાલી માતા-પિતાશ્રીઓને વર્તમાન સમયમાં તેમના સંતાનો પ્રત્યેની ફરજો અને કર્તવ્ય અંગે જાગૃત કર્યા હતા.જાણીતા પર્યાવરણવિદશ્રી મંગળુભાઇ ખુમાણે વિધાર્થી જીવનમાં પર્યાવરણના મહત્વ વિશે સમજ આપી હતી. આ તકે શાળાના આચાર્ય શ્રી સંજયભાઇ ચૌહાણે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું તેમજ શાળાની પ્રગતિ અને વિકાસ માટે સહુને સાથ આપવા અપીલ કરી હતી. શાળાના પુર્વાચાર્યશ્રી લાલજીભાઇ પંડયાએ લાગણીસભર વકતવ્ય આપ્યું હતું. નિવૃત સારસ્વતશ્રી ભાણજીભાઇ ખુમાણે તેમના કાર્યકાળ દરમિયાનના જુના સંસ્મરણો વાગોળ્યા હતા. શાળાના વડલા સમાન સેવાના ભેખધારી મે.ટ્રસ્ટીશ્રી મનજીબાપા તળાવિયાએ નિવૃત થયેલ સારસ્વતશ્રીઓને સુખી તેમજ દિર્ઘાયુ જીવનશુભેચછાઓ આપી પ્રસંગોચિત માર્ગદર્શન અને આશિર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમને અંતે અધ્યક્ષશ્રી પ્રવીણાબેન હાલારીએ વિવિધ દ્રષ્ટાંતો દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રેરણા તેમજ માર્ગદર્શન અંગે પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે વંડાના પૂર્વસરપંચ, ઉપસરપંચ તથા વંડાની આસપાસના ૨૨ ગામોના આગેવાનો, તથા અરવિંદભાઈ તળાવિયા, શ્રી દેવાયતભાઈ મોરી તથા નાગજીભાઈ દેસાઈ, ભાવેશભાઈ ભુવા, ચિરાગભાઈ હિરપરા, અરવિંદભાઇ કીકાણી, નટુભાઇ રાજ્યગુરૂ વિગેરેએ હાજરી આપી હતી. આમંત્રિત મહાનુભાવો તેમજ મહેમાનોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓમાં ભાગ લેનાર તમામ બાળકોને રૂ. ૧૫૦૦૦/- જેટલી રકમ બાળકોને પ્રોત્સાહિત કરવા જાહેર કરી હતી. પ્રસંગના અંતે શ્રી ભરતભાઇ ગોંડલિયાએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પીયુષભાઇ વ્યાસે કર્યુ હતું. સમગ્ર સમારંભનું શ્રેષ્ઠ અને સુંદર આયોજન અને વ્યવસ્થા શાળા શિક્ષકભાઇ બહેનો તેમજ શાળાના સ્વયં સેવક બાળકો તથા ભાવેશભાઇ સોનપાલ, જીતુભાઇ તળાવિયા,મયુરભાઇ ચૌહાણ, ભાવનાબેન રામાણીએ કર્યું હતું તે બદલ શાળાના આચાર્યએ સહુને બિરદાવ્યા હતા. સમારંભના અંતે શાળાના બાળકો, વાલીઓ તેમજ આમંત્રીત મહેમાનોને શાળાના સ્ટાફ ગણે પ્રેમપૂર્વક ભોજન લેવાડાવેલ હતું. અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતા એમ  દિપકભાઈ ઝડફિયા વંડાની એક અખબારી યાદીમાં જણાવાયું હતું

IMG-20230710-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *