નવીદિલ્હી
દક્ષિણ આફ્રિકા(ર્જીેંર છકિૈષ્ઠટ્ઠ)માં રોજગારી માટે સ્થાયી થયેલા ભારતીય યુવાનો ઉપર હુમલાથી ઘટના વારંવાર બનતી રહે છે. દક્ષિણ આફ્રિકામાં રહેતા યુવાનોના ભારતમાં રહેતા પરિવારજનો આ ખબરો સાંભળ્યા બાદ ચિંતાતુર બની જાય છે. આજે દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતી ઉપર સ્થાનિકોના હુમલાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ભરૂચના યુવાએ જીવ ગુમાવ્યો છે. દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયા(ॅિીર્ંિૈટ્ઠ) નજીકના એક ટાઉન માં અકસ્માત જેવી સામાન્ય તકરારની ઘટના બની હતી. બે લોકો વચ્ચેની તકરારે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. વાત મારામારી સુધી પહોંચી હતી. સ્થાનિક કે જેમની કાર સાથે ગુજરાતી યુવાન આસિફ ભાઈ લિયાક્તની કારની ટક્કર થઈ હતી તેમની સાથે મારામારી કરવામાં આવી હતી. સ્થાનિકોના વાહન સાથે અકસ્માતની સામાન્ય ઘટનામાં સ્થાનિક યુવાનો ભરૂચના મનુબર ગામના આસિફ ભાઈ લિયાક્ત ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. સ્થાનિક અને મૂળ ગુજરાતી યુવાન વચ્ચે મારામારી ગંભીર સ્વરૂપ ધારણ કરી ચુકી હતી. તકરાર દરમિયાન ભરૂચ ના મનુબર ગામના આસિફ ભાઈ લિયાક્તને છરીના ઘા ઝીકી દેવતા તે લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હતા જેમનું ઘટનાસ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આફ્રિકામાં ભારતીય યુવાનોસમયાંતરે હુમલાનો શિકાર બનતા રહે છે. નજીવી બાબતે અને કેટલીકવાર નિષ્કારણ આ હુમલાઓમાં જીવ ગુમાવેછે. વિદેશમાં રોજગારી માટે ગયેલા યુવાનોના પરિવારજન વધતી ભારતીયો ઉપર હુમલાની આ પ્રકારની ઘટનાઓથી ચિંતિત બન્યા છે જે ભારત સરકાર આ મામલે જરૂરી પગલાં ભરે તેવી માંગ કરી રહ્યા છે.