Gujarat

ઊના ખાતે રાજકોટના નામાંકિત તબીબ દ્વારા આરોગ્ય  શિબિર યોજાઈ 

ઉના – ઉના શહેરમાં રાજકોટનાં નામાંકિત ન્યુરો સિનિયર સર્જન ડો ગૌરાંગભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં આરોગ્ય શિબિરનું ભવ્ય
આયોજન કરવામાં આવ્યું હતું. આ સિબીરમાં જુદા જુદા ગામનાં સરપંચો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. આ શિબિરને ડોક્ટર
વાધાણીએ સંબોધન કરી હાલનાં તબબકે વિવિધ પ્રકારની બિમારી અને થતાં રોગોની જાણકારી આપી આવાં ગંભીર પ્રકારના રોગોને
અટકાવી શકાય તે અંગે  આરોગ્ય લક્ષી માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ શિબિરમાં જીલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ હરીભાઇ
સોલંકી માર્કેટીંગ યાર્ડનાં પ્રમુખ લાખાભાઇ ઝાલા, મેરૂભાઈ રામ ભાયદાસ વાળા, સરપંચ ભરતભાઈ શિગડ, સીલોજ સરપંચ
ભીમાભાઇ, ગુણુભાઈ તળાવીયા સહિત અનેક નામાંકિત આગેવાનો સરપંચો તેમજ આરોગ્ય બાબતે જાગૃતિ ધરાવતાં અગ્રણી
આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..

-રાજકોટના-નામાંકિત-તબીબ-દ્વારા-આરોગ્ય-3.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *