Gujarat

તંદુરસ્ત વ્યક્તિએ દર ત્રણ મહિને રક્તદાન કરવું જોઈએ અને કરાવવું જોઈએ – સુપ્રિટેન્ડન્ટ ડૉ. નયના લકુમ

જૂનાગઢ જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ બ્લડ બેન્કના ઇન્ચાર્જ ડૉ. ભાવિન પઢારીયાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, તારીખ ૧૪/૬/૨૩ ને બુધવારના રોજ વિશ્વ રક્તદાન દિવસ હોય અને આ દિવસે જૂનાગઢની જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલના બ્લડ બેન્ક વિભાગમાં સેન્ટ્રલ જી.એસ.ટી. વિભાગના સાગરકુમાર પાટીલ, હદવાણી અનિલભાઈ, ચિત્રોડા ધનજીભાઈ, સિંધવ માનસૂરભાઈ, વાસીંગા હબીબભાઈ, ગોહિલ અનામતસિંહભાઈ, ગોહિલ સાગરભાઇ, સહિત અનેક લોકોએ પોતાનું રક્તનું દાન કરેલ હતું.

રક્તદાતાઓને પ્રોત્સાહન મળે અને અન્ય લોકોને રક્તદાન કરવા અંગેની પ્રેરણા મળે એવા હેતુથી ગિરનારી ગ્રુપના સહયોગથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપીને એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. નયના લકુમ દ્વારા તમામ રક્ત દાતાઓને દર ત્રણ મહિને રક્તદાન કરવા અંગેનું માર્ગદર્શન અને વિસ્તૃતિકરણ માહિતી પૂરી પાડવામાં આવેલ હતી.

આ સહકાર્યમાં બ્લડબેંકના ડૉ. હિરેન મુંડિયા, ડૉ. શ્રુતિ, ડૉ. ખુશ્બુ, સંજય બુહેચા, મનીષભાઈ સાંગાણી, હેમાંગીબેન, પ્રકૃતિબેન, ટપુભાઈ સહિત ગિરનારી ગ્રુપના સમીરભાઈ દતાણી, કે. કે. ગોસાઈ, સમીરભાઈ દવે, મનહરશીભાઈ ઝાલા, અભિજીતભાઈ દવે સહિતના લોકો સહભાગી થયેલ હતા. તેમ યાદીના અંતે જણાવેલ હતું.

akhabari-yaadi-photos2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *