Gujarat

જુનાગઢ ના માંગરોળના સમુદ્ર મા ભારે કરંટ જોવા મળ્યો, સમુદ્રમાં ઉંચા મોજા ઉછળ્યા આજે સવારના 11 વાગયા થી સતત ઘીમીઘારે વરસાદ ચાલુ છે હાલ પણ ચાલુ છે સતત વરસાદ ના કારણે હેઠાણ વાળા વિસતારો મા પાણી ભરાવા લાગ્યુ,   સાંજે 6 (છ) વાગ્યા સુઘીમા ત્રણ ઇંચ વરસાદ નોંઘાયો છે,

 માંગરોળમા બિપોરજોય વાવાઝોડાને પગલે મંત્રી જગદીશ પંચાલ માંગરોળ પહોંચ્યા બિપોરજોય વાવાઝોડાને લઈને સમુદ્ર તોફાની બન્યો
સમુદ્ર કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો જેથી કોઈ લોકો સમુદ્રની નજીક જાય નહીં
સમુદ્ર કિનારા નજીક વસવાટ કરતા અંદાજે ૨૦૦ લોકોને નજીકની શાળામાં આશ્રય અપાયો
સાંસદ રાજેશ ચુડાસમા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટીયા, જીલ્લા કલેકટર, ડીડીઓ, એસ.પી. સહીતનો કાફલો માંગરોળ પહોંચ્યો
મંત્રી જગદીશ પંચાલે માંગરોળમાં વાવાઝોડાની અસર અંગે પરિસ્થિતિનો તાગ મેળવ્યો
સ્થાનિક માછીમારો આગેવાનો સાથે બેઠક કરી, બંદર વિસ્તારમાં નિરીક્ષણ કર્યું
માંગરોળ મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ સાથે તેમજ આગેવાનો સાથે સમીક્ષા બેઠક યોજી.
જૂનાગઢ જિલ્લાના અધિકારીઓ બેઠકમાં રહ્યા હાજર
વાવઝોડાની અસર નો મેળવ્યો તાગ લઈ મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ
પૂર્વ તૈયારી ના ભાગ રૂપે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાઆવેલ..
રિપોર્ટર, વિનુભાઈ મેસવાણીયા માંગરોલ

20230612_175455.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *