મકસુદ કારીગર,કઠલાલ
મહુધા ની કે.એમ.પટેલ પ્રાથમિક શાળામાં ગૌરી વ્રત નિમિત્તે ધોરણ 3 થી 5 ની મહેંદી હરીફાઈ યોજાઈ હતી. જેમાં શાળામાંથી આશરે 50 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાંથી ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ આચાર્ય હર્ષિત ભટ્ટ દ્વારા પ્રથમ ક્રમે સાથે સોલંકી રચના ( ધોરણ – 5 ) અને બીજા ક્રમે રાવળ નિધિ ( ધોરણ – 5 ) ને વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીનીઓ ને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર સ્પર્ધાનું આયોજન શાળાનાં શિક્ષિકાબેન રીપલબેન દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મહુધા કેળવણી મંડળના કેમ્પસ ડાયરેકટર ડો.મહેશભાઈ.જી.પટેલ હાજર રહ્યા હતા.