*વેહલી સવાર થીજ અંબાજી મંદિરમા માઇભક્તો નો જમાવડો જોવા મળ્યો*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે આજે ગુરુપૂર્ણિમા દિવશે યાત્રાધામ અંબાજી ખાતે શ્રદ્ધાળુઓ ની ભારી ભીડ જોવા મળી હતી. માં અંબા ના દર્શન અને આશીર્વાદ મેળવવા વેહલી સવાર થી અંબાજી મંદિર માં માઇભક્તો નો જમાવડો જોવા મળ્યો હતો. આજે ગુરુપૂર્ણિમા દિવશે અંબાજી મંદિર માં માતાજી ની વિષેશ પૂજા અર્ચના કરવા માં આવી હતી. આજે માતાજી ની મગલા આરતી વેહલી સવારે 6 કલાકે કરવા માં આવી હતી. અંબાજી મંદિર અને મંદિર ના ચાચર ચોક આજે શ્રદ્ધાળુઓ ની ઉભરાઈ ગયો હતો. જગતજનની માં અંબા ને દરેક લોકો ગુરુ તરીકે માનતા હોય છે. અને આજે ગુરુપૂર્ણિમા દિવશે અંબાજી માં ભક્તિમય માહૌલ જોવા મળ્યો હતો. માઇભક્તો દૂર દૂર થી આજે અંબાજી આવી માતાજી ના દર્શન અને આશીર્વાદ લેવા હજારો ની સંખ્યા માં અંબાજી મંદિર આવી પહુચ્યા હતા. અંબાજી મંદિર માં માઇભક્તો ના જય જય અંબે ના નાધ થી ગુંજી ઉધ્યું હતું. ગુરુપૂર્ણિમા દિવશે દરેક વર્ગ અને સમાજ ના લોકો પોતાના ગુરુ ના દર્શન અને આશીર્વાદ મેલવવા પોતાના ગુરુ જોડે જતા હોય છે. બ્રહ્મજ્ઞાન અરજીત કરવા અને સાંસારિક જીવન ને ઉત્તમ તરીકે સંચાલિત કરવા નું જ્ઞાન ગુરુ જોડે મળે છે. ગુરુ દ્વારા શાસ્ત્રો અને વેદ પુરાણો સાથે જીવન ને સુખકારી અને ઉદારતા ની શીખ પણ ગુરુ દ્વારા મળતી હોય છે. ગુરુ નો આ ઉપકાર અને કર્જ ઉતારવા માટે ગુરુ પૂર્ણિમા ના દિવસે એમના આર્શીવાદ અને દર્શન લોકો કરતા હોય છે.
*રિપોર્ટર = વિક્રમ સરગરા , અંબાજી*


