કેન્દ્ર અને રાજય સરકારની મહીલા લક્ષી યોજના વિશે
જાણકારી આપી હતી..તાલુકાના ગરીબ અને આર્થિક સામાજિક પછાતવર્ગના લોકો માટે સરકારની દરેક યોજનાના લાભાર્થી ઓને
તેનો લાભો મળે તે માટે હું સતત કટીબદ્ધ છું
ગુજરાત પ્રદેશ ભાજપના નિયત કાર્યક્રમ મુજબ તેમજ જીલ્લા ભાજપાની સુચના અનુસાર ગુજરાતના પનોતા પુત્ર અને યશસ્વી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની કેન્દ્રની ભાજપ સરકારના નવ વર્ષ પૂર્ણ થતાં વિશેષ જન સંપર્ક અભિયાન અંતર્ગત
93 ઉના વિધાનસભા ભાજપ દ્વારા સરકારની જુદી જુદી યોજનાઓના સંયુક્ત લાભાર્થીઓનું સંમેલન માધવબાગ વાડી ઉના ખાતે
યૉજાયૅલ હતું. જીલ્લા ભાજપના પ્રમુખ મહેન્દ્રભાઈ પિઠીયાની અધ્યક્ષતામાં યોજાયેલ. આ સંમેલનમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની
વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ જેમા પ્રધાનમંત્રી આવાસ યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા
યોજના, તથા અંત્યોદય યોજના સહીતની યોજનાઓના લાભાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લાભાર્થી સંમેલનમા
આ યોજનાઓના લાભાર્થી ઓને જીલ્લા ભાજપના પ્રમુખ મહેન્દ્રભાઈ પિઠીયા, જીલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાજા તથા
ધારાસભ્ય કાળુભાઇ રાઠોડના વરદહસ્તે હુકમ તથા પ્રમાણપત્રો અને અંત્યોદય રેશન કાર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. સંમેલનને
સંબોધતા રામીબેન વાજાએ કેન્દ્ર અને રાજય સરકારની મહીલા લક્ષી યોજના વિશે જાણકારી આપી હતી. સરકારએ નારી શક્તિના
ઉત્કર્ષ માટે કરેલી કામગીરીનો પણ ચિતાર આપ્યો હતો. મહેન્દ્રભાઈ પીઠીયાએ જણાવ્યું હતું કે,દેશ અને રાજ્યના છેવાડાના
લાભાર્થીને સરકારની વિવિધ યોજનાઓનો લાભ કૉઈ વચૅટીયા વગર સીધૉ જ તૅમના બૅંક ખાતામાં મળી રહ્યો છૅ આ છૅ ભ્રષ્ટાચાર
મુક્ત સુશાસન.તેમણે કોગ્રેસની સરકારો વખત થતા ભ્રષ્ટાચારની આકરી ટીકા કરી હતી. ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે પોતાના
વક્તવ્યમાં જણાવેલ કે, ઉના તાલુકાના ગરીબ અને આર્થિક સામાજિક પછાતવર્ગના લોકો માટે સરકારની દરેક યોજનાના લાભાર્થી
ઓને તેનો લાભો મળે તે માટે હું સતત કટીબદ્ધ છું દરેક યોજનાના ફોર્મ ભરવાની કામગીરી મારા કાર્યાલય ઉપર સતત શરૂ છે. ત્યારે
દરેક વ્યક્તિ તેનો ખાસ લાભ લેય તેવી મારી ખાસ અપીલ હતી. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી વિશાલભાઈ વોરા, ઉપાધ્યક્ષ
રાજુભાઇ ડાભી, મંત્રી રમેશભાઈ કેશવાલા, જીલ્લા યુવા પ્રમુખ હિતેષભાઈ ઓઝા, ઉના શહેરના પ્રમુખ મિતેષભાઈ શાહપ્ તાલુકા
પ્રમુખ બાબુભાઇ ચૌહાણપ્ ગીરગઢડા તાલુકા પ્રમુખ કાળુભાઈ રૂપાલા, જીલ્લા પંચાયતના સદસ્ય ડાયાભાઇ જાલોન્ધ્રા, લખનભાઇ
બાંભણીયા, ધીરૂભાઇ મકવાણા તથા સંગઠનના હોદેદારો તથા ચુંટાયેલા નગરપાલિકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતના સદસ્યઓ
તથા કાર્યકર્તાઓ તથા લાભાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા…


