*સંત શિરોમણી સતગુરુ શ્રી પુસ્પાનંદજી મહારાજ ના સાનિધ્યમાં ઉજવાય ગુરુપૂર્ણિમા*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે નાના મોટા મંદિરો અને આશ્રમો મોટી સંખ્યામાં આવેલા છે જેથી યાત્રાધામ અંબાજી ને ધર્મનગરી પણ કહેવામાં આવે છે. ગુરુપૂર્ણિમા હોય અને શિષ્યના જીવનમાં ગુરુનું બહુ જ મહત્વ હોય છે જ્યારે અંબાજી ખાતે આવેલા શ્રી શક્તિ આશ્રય યોગાશ્રયમાં
સત્સંગ સભા ગુહ સંત શિરોમણી સતગુરુ શ્રી પુસ્પાનંદજી મહારાજ ના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને સવારથી જ મોટી સંખ્યામાં શિષ્ય દ્વારા ગુરુ મહારાજનું પૂજન કરવામાં આવ્યું હતું અને યથાશક્તિ ભેટ સદગુરુના ચરણોમાં ભેટ કરવામાં આવી હતી અને સાથે સાથે આરતી નો ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હતું અને સમગ્ર આશ્રમ નો વાતાવરણ ભક્તિમય બની ગયું હતું જાણે શક્તિ ભક્તિ આસ્થા નું ત્રિવેણી સંગમ આજના દિવસે આશ્રમમાં જોવા મળિયું હતું. સંત શિરોમણી સતગુરુ શ્રી પુસ્પાનંદજી મહારાજ ના અંબાજી ઈડર અને મુંબઈ ખાતે તેમના આશ્રમો આવેલા છે સવથી પ્રથમ અંબાજી માં શ્રી શક્તિ આશ્રય યોગાશ્રય ની અંબાજી શરૂઆત કરવામાં આવી હતી જેમાં મોટાભાગે તેમના શિષ્ય દેશ વિદેશમાં મોટી સંખ્યામાં વસે છે પણ ગુરુપૂર્ણિમાના દિવસે વિશેષ કરી તેમના આશ્રમ ખાતે અંબાજી મુકામે પહોંચે છે આયા આશ્રમ કુદરતી સૌંદર્યાના વચ્ચે લીલોતરીથી ભરપૂર અને એકાંત વાતાવરણમાં જોવા મળે છે યાત્રાધામ અંબાજી દર્શન આપતા યાત્રિકોએ એકવાર અચૂક પણે આ આશ્રમની મુલાકાત લેવી જોઈએ અને આશ્રમમાં ગુરુ મહારાજની મૂર્તિ તથા પાદુકાના દર્શન કરવા જોઈએ.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


