મકસુદ કારીગર,કઠલાલ
સાર્વજનિક ઉત્તર બુનિયાદી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય મુ. ઉંદરા તા.મહુધા જી.ખેડામાં તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે, કાયદા અંગે જાણે, સરકાર પક્ષે કાનૂની સેવા સમિતિ દ્વારા મળતા વકીલ અંગે જાણે તે હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહુધા પ્રિન્સિપાલ સિવિલ જજ બી.એમ પરમાર ,મહુધા વકીલ મંડળના પ્રમુખ રાજેશભાઈ ભટ્ટ , ઉપપ્રમુખ એન.જે.પંડ્યા ,દેવયાનીબેન રાઠોડ, શાળાના આચાર્ય બી.જી.પરમાર, શિક્ષક સ્ટાફ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય બી.જી.પરમાર , પ્રિન્સિપાલ સિવિલ જજ બી.એમ પરમાર અને વકીલ મંડળ ના પ્રમુખ રાજેશભાઈ ભટ્ટ દ્વારા આઇ.પી.સી કલમ,સી.આર.પી.સી કલમ, એવિડન્સ એક્ટ કાયદો,સ્ત્રીના ભરણપોષણના કાયદા,ગુનાહિત વિશ્વાસઘાત ના કાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજેશભાઈ પરમાર દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું અને અંતે આભારવિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો.


