દુર્ગંધયુક્ત પ્રદુષણના કારણે લોકો પરેશાની વેઠી રહ્યા હતા….પંચાયતની કામગીરી પોલીસે કરી..
ઉનાના દેલવાડા ગામે મચ્છુન્દ્રી નદીના કાંઠે ગંદકી દુર્ગંધયુક્ત પ્રદુષણના ફેલાયેલ હતું. ત્યારે અચાનક ઉના પી આઇ પોલીસ સ્ટાફ
પેટ્રોલીંગ દરમ્યાન નદી કાંઠે પહોચતા આ ગંદકી નજરે નિહાળતા અને આ કચરાના કારણે ગંદકી તેમજ ચોમાસાની સિઝનને લઈ
રોગચાળાની દહેશત પણ વર્તાઈ રહી હોય તેને ધ્યાને રાખી કાંઠા પર પડેલો કચરાના ઢગલાને જે સી બીની મદદથી નદીના વહેતા
પાણીમાં ઠાલવવામાં આવ્યો હતો.
દેલવાડા ગામમાં મચ્છુન્દ્રી નદી કાંઠે ગામનો ઘન કચરો ઠાલવવામાં આવી રહ્યો હોય જેથી નદીના કાંઠેજ મોટી માત્રામાં ગંદકી ફેલાઇ
હતી. આ ગંદા કચરાના કારણે લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી ખડકાઈ રહેલા
ઘન કચરાને દૂર કરવા માટે સ્થાનિક પંચાયતે કામગીરી કરવામાં આવી ન હતી. ત્યારે ઉના પોલીસ સ્ટેશનના પી આઇ એન કે
ગોસ્વામી સહીતનો સ્ટાફ દેલવાડા મચ્છુન્દ્રી નદીના કાંઠે પેટ્રોલીગ દરમ્યાન મોટી માત્રામાં કચરાના લીધે ગંદકીના થર જામ્યા હોવાનું
નજરે પડતા તેવો એ તાત્કાલીક જે સી બી ની મદદથી તમામ ગંદકીના થરને દૂર કરી નદીના વહેતા પાણીમાં ઠાલવામાં આવ્યો હતો.
અને આમ પોલીસે સ્વચ્છતા અભિયાન હાથ ધરતા લોકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.


