Gujarat

અમદાવાદ ખાતે  આઈક્રેટેજી દ્વારા ૧૦૦ જેટલા ડ્રગ ખાતા ના અધિકારી માટે લીડરશીપ કાર્યેક્રમ યોજાયો

ફાર્માસ્યુટીકલ  કન્સલટનસી , આઈક્રેટેજી સોલ્યુશન [ iCretegy Solution]  ના ફાઉન્ડર અને સીઈઓ શ્રી અલ્પેશ પટેલ અને એફડીસીએ [FDCA] ગુજરાત ના કમિશ્નર શ્રી હેમંત કોશિયા ના નેતૃત્વ  હેઠળ  અમદાવાદ ખાતે ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગ ના અધિકારીઓ  માટે લીડરશિપ  [Lead With_In ] વર્કશોપ યોજાયો હતો.  જેનો મુખ્ય ધ્યેય ઇન્ટિગ્રીટી [ Integrity એટલે કે  Do the right thing when no one  is watching ] હતો. જેમાં રાજ્યભર માંથી  વર્ગ – ૧ અને વર્ગ-૨ ના ૧૦૦ થી વધારે  અધિકારીઓ હાજર રહ્યા હતા . આઈક્રેટેજી સોલ્યુશન  દ્વારા આ વોલિયેન્ટરી  સર્વિસ આપવામાં આવી હતી જેમાં એફડીસીએના ૧૧ જેટલા અધિકારીઓએ ૧૧ જેટલા  અલગ અલગ વિષયો પર મોટિવેશનલ પ્રેઝન્ટેશન કર્યું  હતું.
સૌ પ્રથમ વાર એફડીસીએ દ્વારા આવા  લીડરશીપ  વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું . આ વર્કશોપથી અધિકારીઓ ના મોરલ અને સ્પિરીચ્યુઅલ લેવલ માં વધારો થશે અને આના થકી તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીમાં મદદરૂપ  થશે અને રાજ્યના નાગરિકોને સારી સેવા મળશે.
આવનારા સમયમાં આઈક્રેટેજી સોલ્યુશન દ્વારા   આવા અનેક પ્રકારના  પ્રેરણાત્મક  લીડરશીપ વર્કશોપો ગવરમેન્ટ  માટે યોજવાનો પ્રયાસ કરવામાં આવશે . તદુપરાંત  આઈક્રેટેજી અને  એફડીસીએના અધિકારીઓ  દ્વારા સ્વૈચ્છિક  નાણાંભંડોળ પણ  એકત્ર કર્યું  જે  અમદાવાદના  વસ્ત્રાપુર બ્લાઇન્ડ એસોસિયેશન ને આપવામાં આવેલ છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *