ઉના શહેરમાં રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં દિપડો આવી ચડતા રહેણાંક વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ થઈ હતી.
શહેરમાં રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં દિપડો આવી ચડતા શેરીમાં રખડતા પશુઓમાં અફડા તફડી મચી ગયેલ હતી. ઉનાના ચંદ્રકિરણ સોસાયટી થી પંચવટી સોસાયટી વિસ્તારમાં જતાં રસ્તામાં ઢોળા ઉપર એક દિપડો શિકારની શોધમાં આવી ચડ્યો હતો. ત્યાં મકાનની સામે બાવળની જાળીમાં છુપાયેલ દિપડો ભૂંડને જોય શિકાર માટે પાછળ દોટ મુકતા હતી. ત્યારે શ્વાન ભસતા દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના રહેણાંક મકાનમાં લગાવેલ સી સી ટીવી કેમેરામાં કેદ થઈ હતી. આમ રહેણાંક વિસ્તારોમાં દિપડો રાત્રિનાં 9: 41આવી ચડતાં લોકોમાં ભયનું વાતાવરણ ફેલાય ગયું હતું. અગાઉ પણ આ વિસ્તારમાં દિપડો અવાર નવાર આવી ચડયો હોય
આ વિસ્તારમાં વનવિભાગ દ્વારા પાંજરૂ ગોઠવવા માંગ ઉઠવા પામેલ છે..