પાવી જેતપુર તાલુકાના પાની ગામે રાત્રિના સમયે દીપડાએ હુમલો કરી સાત બકરાઓનું મારણ કરતા કદવાલ પંથકમાં ગભરાટની લાગણી પ્રસરી જવા પામી છે.
પાવી જેતપુર તાલુકાના કદવાલ વિસ્તારમાં આવેલ પાની ગામે સંપતભાઈ સાગુભાઈ રાઠવાના ઘરે રાત્રિના કોઢની અંદર બકરાઓ બાંધેલા હતા. સવારે ઊઠીને જોતા કોઢની અંદર ત્રણ બકરા મરેલા હતા તેમજ ચાર બકરા ઘરથી 20 મીટર જેટલા દૂર ખેતરમાં મરેલા નજરે પડ્યા હતા. જેમાં બે બકરા તેમજ પાંચ બકરીઓનો સમાવેશ થાય છે. રાત્રિના અઢી વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હોવાનું લોકોનું માનવું છે. તેમજ ચાર જેટલા બકરાઓ 20 મીટર દૂર ખેંચી લઈ જઈ અને ત્યાં બકરાઓનું મારણ કરવામાં આવ્યું છે તેથી એક દીપડો નહીં પણ એકથી વધુ દીપડાઓ હોવાનું લોકોનું માનવું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


