ઉનાના કેશરીયા ગામના યુવાનો દ્વારા જ્યારે લંપી વાયરસ ફેલાયૉ હતો તે સમયે યુવાનો દ્વારા કામગીરી હાથ ધરી નિરાધાર અને
નોંધારી પશુઓની દિનરાત ગામમાં દરેક પશુઓની સેવા કરી હતી અને જ્યાં સુધી પશુઓ સાજા ના થયાં ત્યાં સુધી તમામ યુવાનો
દ્વારા સતત સેવાઓ કરી પશુઓને સાજા કરવામા ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ દરેક પશુઓ સ્વસ્થ રહે તે માટે સેવાભાવી
યુવાનો દ્વારા ભોલેનાથ નીલકંઠ મહાદેવને 82,161( બયાસી હજાર એક સો એકસઠ ) બીલી પત્ર નીલકંઠ મહાદેવ મંદિરનાં
સાનિધ્યમાં શિવલિંગ પર ચડાવા સંકલ્પ લઈ માનતા રાખી હતી.
જે આજે અધીક માસ નિમિતે ગામના સેવાભાવી યુવાનો એ આજે સોમવારે સવારે નીલકંઠ મહાદેવ મંદિરે શિવલિંગ ઉપર બીલીપત્ર
ચડાવી ધન્યતા અનુભવી હતી. અને મંદીરે મહાદેવનાં દર્શન કરવા ભાવિભક્તો ઉમટી પડ્યા હતા. અને લોકોએ દર્શનનો લ્હાવો લીધો
હતો. જેમાં ગામના યુવાનો દ્વારા આ નવતર પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં ગામના નવયુવાનો તેમજ મંદિરના પૂજારી
ભગવાનગિરી મેઘનાથી ઉપસ્થિત રહ્યા હતા. આમ સેવાભાવી યુવાનોએ જે પશુઓ સ્વસ્થ થયાની જે મનોકામના પૂર્ણ થતાંજ
મહાદેવના મંદીરમાં વિધિવત આજે બીજીપત્ર ચડાવી ધન્યતા અનુભવી હતી.


