અમરેલી
અમરેલીના રાજુલા નજીક ગુડ્સ ટ્રેનની અડફેટે એક સિંહનું મોત થયું છે. કુલ બે સિંહ અને બે સિંહણ રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક ગુડ્સ ટ્રેન આવતાં બે સિંહને અડફેટે લીધા હતા. આ દરમિયાન ઈમર્જન્સી બ્રેક મારતા આગળ જઈ રહેલી બે સિંહણ બચી ગઈ હતી. ઈજાગ્રસ્ત એક સિંહને જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટનાને લઈ પાણીતાણા શેત્રુંજી ડિવિઝનના ડ્ઢઝ્રહ્લ, ઇર્હ્લં સહિત વનવિભાગના કાફલાએ ઘટનાસ્થળે તપાસ કરી છે. ગુડ્સ ટ્રેનની સ્પીડ ૫૦ હોવાના દાવા પર વનવિભાગ ટ્રેનચાલકનું નિવેદન લેશે. મહત્વનું છે કે રેલવે ટ્રેકની આસપાસ કરોડો રૂપિયાના ખર્ચે ફેન્સિંગ કરવામાં આવેલું છે. પરંતુ આ ફેન્સિંગ શોભાના ગાંઠીયા સમાન હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે સિંહના અકસ્માતનો સિલસિલો હજુ સુધી અટક્યો નથી. અગાઉ પણ આ રૂટ પર ૧૦ જેટલા સિંહના મોત થઈ ચૂક્યા છે. જેને લઈ વન્યજીવ પ્રેમીઓમાં રોષ જાેવા મળ્યો છે. તો સિંહ અકસ્માત મામલે વનમંત્રી મુળુભાઈ બેરાએ નિવેદન આપ્યુ છે. ભવિષ્યમાં આવા પ્રકારની ઘટના ના બને તે માટે સૂચના આપવામાં આવી છે. તેમજ આગામી સમયમાં ગાર્ડની સંખ્યામાં વધારવામાં આવશે. જાે જરુર પડશે તો સિંહના વાઢની હાઈટમાં પણ વધારો કરવામાં આવશે.


