ઉનાના મેણ ગામમાં મોડી રાત્રિના સિંહ અને સિંહણ તેના બચ્ચા સાથે ધામા નાખ્યાં હતાં. અને સિંહ પરિવારે ગામમાં ગાય ઉપર
અને નાના વાછડા ઉપર હુમલો કરતા ઈજા પહોંચાડી હતી. જેથી ગામના સેવાભાવી યુવાનો દ્વારા ઈજાગ્રસ્ત પશુને સારવાર કરવામાં
આવી હતી. જોકે બે દિવસ પહેલા સામતેર ગામની મછુન્દ્રી નદીમાં ધામાં નાખ્યાં હતાં. ઉનાના મેણ ગામમાં મોડી રાત્રિના સિંહ
પરીવાર બચ્ચા સાથે ધામા નાખ્યાં…ગાય અને વાછડાને શરીરના અલગ અલગ ભાગે ઇજા પહોચાડી…. ગામમાં ભયનો મહોલ
ફેલાયો…
ઉનાના મેણ ગામમાં મોડી રાત્રિના સિંહ અને સિંહણ તેના બચ્ચા સાથે ધામા નાખ્યાં હતાં. અને સિંહ પરિવારે ગામમાં ગાય ઉપર
અને નાના વાછડા ઉપર હુમલો કરતા ઈજા પહોંચાડી હતી. જેથી ગામના સેવાભાવી યુવાનો દ્વારા ઈજાગ્રસ્ત પશુને સારવાર કરવામાં
આવી હતી. જોકે બે દિવસ પહેલા સામતેર ગામની મછુન્દ્રી નદીમાં ધામાં નાખ્યાં હતાં. ત્યાર બાદ એ દિવસે રાત્રિનાં નજીક ઉમેજ
ગામની આંબાવાડીમાં સિંહ પરીવાર આવી પશુનું મારણ કર્યું હતું. બાદમા સિંહબાળ વાડીમાં આવેલ ખુલ્લા કુવામા પડી જતાં
વનવિભાગ દ્વારા બન્ને સિંહબાળને સલામત રીતે રેશક્યું કરી બહાર કાઢી તેની માતા સિંહણ સાથે મિલન કરાવ્યું હતું.
ત્યારે ઉનાના મેણ ગામમાં મોડી રાત્રિના સિંહ અને બચ્ચા પરીવાર સાથે ગામમાં આવી ચઢતા મુંગા પશુઓ પર હુમલો કર્યો હતો.
અને રહેણાંક વિસ્તારોમાં સિંહ પરિવારે ગાય તેમજનાના વાછડા ઉપર હુમલો કરી દીધો હતો. જેથી ગાયને પીઠના ભાગે ઈજા
પહોંચાડી હતી. અને વહેલી સવારે ગાય લોહીલુહણ હાલતમાં બેઠી હોય ગામ લોકોને ધ્યાને જતાં ગામના સેવાભાવિ સાગર પરમાર
સહીતનાં યુવાનો દ્વારા ઈજાગ્રસ્ત ગાયને જરૂરી સારવાર આપવામાં આવી હતી. જોકે ગામમાં સિંહ પરીવાર આવી પશુઓ પર
હુમલો કરતા ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો..