મકસુદ કારીગર,કઠલાલ
શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન ડો.બંકિમ શાહના માર્ગદર્શન હેઠળ બાળકોના મનમાં જાદુ વિશેનો ખ્યાલ સ્પષ્ટ થાય તથા અભિનય કૌશલ વિકસે તે માટે સંસ્થામાં “મેજિક શો”નું આયોજન કરવામાં આવ્યું. 1000થી પણ વધારે બાળકોએ મેજિક શો નો આનંદ લીધો જેમાં અલગ અલગ પ્રકારના જાદુ બતાવવામાં આવ્યા તથા વિવિધ કલાકારોની મીમીક્રી કરવામાં આવી.વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર મેજિક શોનો આનંદ લીધો હતો.

