*2000 જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરવી રક્તદાન કરવા પહોચ્યા રાત્રે 9 વાગ્યા સુધી 1831 લોકોએ રક્તદાન કર્યું*
રક્તદાન એ મહાદાન છે અને રક્તદાન માટે અનેક સંસ્થાઓ અને સરકાર દ્વારા કાર્યક્રમો યોજાતા હોય છે. દેશભરમાં અનેક સંસ્થાઓ દ્વારા લોકોને જાગ્રત કરી રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરતા હોય છે. અને રક્તદાન વિશે માહિતી આપતા હોય છે તો સાથે સાથે સરકાર પણ અનેક કાર્યક્રમો રક્તદાનને લઈ કરતી હોય છે. લોકો પણ રક્તદાન કરી માનવ સેવાનું કાર્ય કરતા હોય છે જેથી કોઈપણ જરૂર મન લોકો ને સમયસર રક્ત મલી રહે અને તેમને જીવનદાહી સાબિત થઈ શકે.
અંબાજી ખાતે નર્સિંગ કોલેજમાં મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ.પુષ્પાબેનબા બારોડ ની યાદમાં તેમના પરિવાર લક્ષ્મણ કે. બારોડ અને વનરાજસિંહ એલ.બારોડ દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરમાં 2000 જેટલા લોકોએ ભાગ લીધો હતો. ત્યારે દરેક વ્યક્તિને એક ચાંદીનો સિક્કો યાદ સ્વરૂપ અને સર્ટી આપવામાં આવ્યું હતું તો સાથે સાથે માનવ કલ્યાણ અને ઉદ્દેશ્યથી આજ રક્તદાન શિબિર મા સહ ભાગીદાર થયા હતા.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


