Gujarat

અમરેલી રૂરલ પો.સ્ટે. માં e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડી, અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી.ટીમ

ગુજરાત સરકારીશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીચાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવુ ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e-FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે, જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી  ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવી -FIR અન્વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.
ગુનાની વિગતઃ-
ગઇ તા.૨૧/૦૪/૨૦૨૩ ના રોજ ઉત્સવભાઇ પ્રવિણભાઇ સોંડાગર, (ઉ.વ.૧૯, રહે.તરવડા, તા.જિ.અમરેલી વાળા બાબાપુર ગામે કામ અર્થે ગયેલ હોય, તે દરમિયાન પોતાનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૭,૯૯૯/- નો કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે ઉત્સવભાઇ દ્વારા e-FIR કરાવેલ હોય, જે e-FIR અંગે ખરાઇ કરી, તેના પરથી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૩૦૨૧૫ /૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ.ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા e-FIR દ્વારા દખલ થયેલ અનડીટેક્ટ ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામા L-FIR થી દખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડી, નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે, તે માટે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ તથા એલ.સી.બી. ટીમ ને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.ઉપરોકત ગુન ના અજાણ્યા આરોપી અંગે એલ.સી.બી. ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને અમરેલી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ગાવડકા ચોકડી પાસેથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા, પકડાયેલ ઇસમો ચોરીના મોબાઇલ ફોન સાથે આગળની કાર્યવાહી થવા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
રણજીત ઉર્ફે ટીણાભાઇ મોહનભાઇ ગોંડલીયા, ઉ.વ.૪૧, રાવણી મુંડીયા, તા.વીસાવદર, જિ.જુનાગઢ,
રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ- એક રેડમી કંપનીનો 91 મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.૮,૦૦૦/- નો મુદ્દામાલ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. મહેશભાઇ સરવૈયા, ભગવાનભાઇ ભીલ તથા પો.કૉન્સ. તુષારભાઇ પાંચાણી, ઉદચભાઈ મેણીયા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230712-WA0039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *