Gujarat

વંથલીના સાંતલપુર ગામે સામૂહિક આપઘાત ની ઘટના બની  પતિ પત્ની અને પુત્ર નું સારવાર દરમિયાન મોત, પુત્રીની હાલત ગંભીર

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામમાં એક પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લેતા વિકાસભાઈ રમણીકભાઈ દુધાત્રા, હીનાબેન વિકાસભાઈ દુધાત્રા, અને મનન વિકાસભાઈ દુધાત્રા એમ ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે એક ને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સાંતલપુરમાં રહેતા પરિવારે પોતાની વાડીએ જ ઝેરી દવા ગટગટાવી લેતા પતિ પત્ની અને પુત્ર નું મોત થયું છે જ્યારે પુત્રીને સારવાર માટે ખસેડવામાં આવી છે. બનાવનું કારણ હજુ અકબંધ છે આ ઘટનાને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રીપોર્ટ:હાર્દિક વાણીયા વંથલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *