Delhi

આ તારીખે રમાશે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ…

નવીદિલ્હી
ભારતમાં ૫ ઓક્ટોબરથી શરૂ થશે. જેની તમામ મેચ ભારતમાં રમાશે. આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની ટીમ ૧૫ ઓક્ટોબરે ટકરાવાની હતી. પરંતુ સુરક્ષા એજન્સીઓએ તેમાં ફેરફાર કરવાની સૂચના આપી હતી. ત્યાર પછી ૈંઝ્રઝ્રએ તેમાં ફેરફાર કરીને તેની તારીખ ૧૪ ઓક્ટોબર કરી દીધી. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ એક દિવસ પહેલા આ મેચ રમવા માટે રાજી થઈ ગયું છે. ભારત પાકિસ્તાનની તારીખમાં ફેરફાર થવાનું એક કારણ કે આ મેચ નવરાત્રિના એક દિવસ પહેલાની છે. આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓએ ફેરફાર માટે મ્ઝ્રઝ્રૈંને ખાસ સલાહ આપી હતી. બીસીસીઆઈના સચિવ જય શાહે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે ભારત-પાકિસ્તાન મેચમાં સ્થળમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં પરંતુ તારીખોમાં ફેરફાર થવાની સંભાવના છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારત સામે ૧૫ ઓક્ટોબરના બદલે ૧૪ ઓક્ટોબરે રમવા માટે સહમતિ દર્શાવી છે એવું ઁ્‌ૈંના એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શ્રીલંકા સામે પાકિસ્તાનની મેચ પણ ૨ દિવસ પહેલા જ યોજાશે. અગાઉ આ મેચ ૧૨મી ઓક્ટોબરે રમાવાની હતી પરંતુ હવે આ મેચ ૧૦મી ઓક્ટોબરે રમાશે. ૈંઝ્રઝ્રના શેડ્યૂલ મુજબ અત્યારે આ મેચની તારીખ માત્ર ૧૫ ઓક્ટોબર છે. જાે કે થોડા દિવસોમાં નવું શેડ્યૂલ જાહેર થઇ શકે છે. જેમાં કેટલીક મેચોની તારીખમાં ફેરફાર થઈ શકે છે. ભારત-પાકિસ્તાનની મેચ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સ્થળમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *