ઊના કોળી સેના દ્રારા પાક.જેલ માંથી મુક્ત થયેલા માછીમારોને જનરલ મેડીકલ ચેકપ કરવા માટેનો કેમ્પનું આયોજન ગીરસોમનાથ
કોળી સેનાના પ્રમુખ દ્રારા કરવામાં આવ્યુ હતું. જેમાં માછીમારોનું જનરલ ચેકપ કરતા બિમાર માછીમારોને ચામડીના રોગ વધુ જોવા
મળેલ હોય જોકે પાક.જેલમાં ખોરાક સારો ન મળતો હોવાથી લોકોને બિમારીનો ભોગ બન્ય હોય આ માછીમારોનો મેડીકલ ચેકપ
કેમ્પ સફળ બનેલ હતો. આ તકે ગીરસોમનાથ કોળી સેનાના પ્રમુખ દિપાબેન બાંભણીયા, ઉના તાલુકા કોળી સેના પ્રમુખ પ્રવિણભાઇ
મેવાડા અને કોળી સેના ટીમ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનું આયોજન કોળી સેનાના પ્રમુખ દિપાબેન બાંભણીયા દ્રારા કરતા તમામ
માછીમાર પરીવારોએ આભાર વ્યક્ત કર્યો હતો.
