Gujarat

બોડેલી રજપુત સમાજની વાડી ખાતે આમ આદમી પાર્ટીનાં જિલ્લા પ્રમુખ ની અધ્યક્ષતામાં તમામ હોદ્દેદારોની બેઠક યોજાઇ  

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલ રજપૂત સમાજની વાડીમાં જિલ્લાનાં તેમજ તાલુકા કક્ષાના તમામ હોદ્દેદારોની જિલ્લા પ્રમુખ ની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.બેઠક દરમિયાન જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાએ આવનાર 2024 ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ હોદ્દેદારોને તેમજ કાર્યકરોને ઘરે ઘરે સુધી સંગઠન ના હોદ્દેદારો દ્વારા લોક સંપર્ક કરી પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા લોકોને આમ આદમી પાર્ટીમાં વધુમાં વધુ લોકો જોડાઈ તે વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
      મીટીંગ દરમિયાન યુવા પ્રમુખ આમ આદમી પાર્ટી ગુજરાતનાં બ્રિજરાજ સોલંકી તેમજ તેમની ટીમ, પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રોફેસર અર્જુન રાઠવા તેમજ જિલ્લાના હોદ્દેદારો તેમજ જિલ્લામાંથી આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230827-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *