Gujarat

કલેકટર કે.એલ.બચાણીના અધ્યક્ષ સ્થાને ડી.સી.ડી.સી (ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ ડેવલોપમેન્ટ કમિટી) ની મીટીંગ યોજાઈ

ખેડા જિલ્લામાં નડિયાદ કલેકટર કચેરી ખાતે કલેકટર કે.એલ.બચાણીના અધ્યક્ષ સ્થાને ભારત સરકારના સહકારીતા મંત્રાલય દિલ્લીથી જણાવેલ ડી.સી.ડી.સી (ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ ડેવલોપમેન્ટ કમિટી) ની મીટીંગ યોજાઈ હતી.
ડી.સી.ડી.સી  (ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ ડેવલોપમેન્ટ કમિટી)ના મિટીંગના કન્વીનર જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, નડિયાદ ડી.સી.ડી.સી (ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ ડેવલોપમેન્ટ કમિટી) એજન્ડા મુજબ કરેલ કામગીરીની તથા આગામી આયોજનની ચર્ચા કલેકટર કે.એલ.બચાણી સમક્ષ કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, અધિક નિવાસી ક્લેકટર બી.એસ.પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પશુપાલન અધિકારી, મત્સ્યોદ્યોગ અધિકારી , ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેટ મેનેજર (ડી.ડી.એમ.) નાબાર્ડના પ્રતિનિધી, ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી., નડિયાદના પ્રતિનિધી તથા ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (અમુલ ડેરી) આણંદના પ્રતિનિધી, આમ તમામ ડી.સી.ડી.સી (ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ ડેવલોપમેન્ટ કમિટી) બેઠકના સભાસદ અધિકારીઓ હાજર રહ્યા હતા.

IMG-20230801-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *