Gujarat

૧૫મી ઓગસ્ટની પૂર્વ તૈયારીઓ માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓની બેઠક યોજાઈ    

રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જૂનાગઢના બીલખા રોડ પર આવેલ પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે કરવામાં આવશે. આ માટે જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં પૂર્વ તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

   જિલ્લાકક્ષાનાં ૭૭માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે.

     કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના નિર્દેશ મુજબ અધિક નિવાસી કલેકટર શ્રી પી.જી. પટેલના વડપણ હેઠળ મળેલી બેઠકમાં ધ્વજવંદન થનાર ગ્રાઉન્ડની સ્થતિ તપાસી મંચ તૈયાર કરવા અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે સૂચના આપી હતી.

  ઉપરાંત સાફ-સફાઈ,વૃક્ષારોપણવીજ પુરવઠોપાણીસહિતની જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે માર્ગદર્શનની સાથે નિર્દેશો આપવામાં આવ્યાં હતાં.

     આ બેઠકમાં નાયબ વન સંરક્ષક શ્રી પ્રશાંત તોમરનાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જાડેજાડીવાયએસપી શ્રી પટણીપ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલાપુરવઠા અધિકારી રીનાબેન ચૌધરી , PGVCLના અધિક્ષક ઈજનેર શ્રી બી.ડી. પરમાર સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *