Gujarat

જીલ્લામાં District TB Forum for Community Engagement in RNTCP (NTEP)ની મિટીંગ યોજાઈ.

જિલ્લા કક્ષાએ આજરોજ કલેક્ટર સ્તુતિ ચારણના અધ્યક્ષ સ્થાને “ક્ષય અંગેની કામગીરી”ની ચર્ચા કરવા મિટીંગ યોજાઇ હતી. જેમાં જિલ્લા ક્ષય કેન્‍દ્ર છોટાઉદેપુરના સભ્યો જોડાયા હતા. આ સભ્યો દ્વારા તેમના અંતર્ગત થયેલ કામગીરીની ચર્ચા કરાઈ તેમજ તેમના દ્વારા ક્ષય રોગને લગતા છોટાઉદેપુર જિલ્લાનાં ગયા વર્ષનાં આંકડા પર ચર્ચા કરાઈ. આ ઉઅપરાંત ક્ષય રોગનાં દર્દીઓનાં મૃત્યુ આંક ઓછો કરવા મિટીંગમાં ભાર આપવામાં આવ્યું.
આ ઉપરાંત સરકાર તરફથી ચાલતી નિક્ષય પોષણ યોજના અંતર્ગત ક્ષય રોગનાં દર્દીઓએ મેળવેલ સહાયના આંકડા પર ચર્ચા કરાઈ હતી. તથા સરકાર તરફથી મળતી ગ્રાંટ વિશે પણ ચર્ચા કરાઈ. આ ઉપરાંત ડૉ. હાર્દિક નક્શીવાલા તરફથી આ મિટીંગમાં યોગ્ય રીતે તેમની ટીમ દ્વારા થતી કામગીરીની વિગતો અપાઈ હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

meeting-20_07_2023-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *