Gujarat

જામનગર જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને 'પી.સી. & પી.એન.ડી.ટી. એક્ટ સલાહકાર સમિતિ' ની બેઠક યોજાઈ

જામનગર જિલ્લા કલેકટર શ્રી બી. એ. શાહના અધ્યક્ષસ્થાને પી. સી. & પી. એન. ડી. ટી. એક્ટ-
1994 ની સલાહકાર સમિતિના સભ્યો સાથે કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમિતિના સદસ્યો
સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ફાયર એન. ઓ. સી. સર્ટિફિકેટ મળ્યા બાદ જ નવા કે જુના ક્લિનિક રજીસ્ટ્રેશન અને રીન્યુઅલ, તાલુકાઓમાં સેક્સ
રેશિયો એટલે કે લિંગ ગુણોત્તર પ્રમાણની ગણતરીની કામગીરી વધારવી, તાલુકાઓમાં ક્વાર્ટરલી ચેકીંગ (ત્રિમાસિક તપાસ) ની
બદલે સરપ્રાઈઝ ચેકીંગ કરવું, સોનોગ્રાફી સેન્ટરની મુલાકાત લઈને તેમનું ચેકીંગ કરાવવું, લોકોને જાગૃત કરવા નાટકોનું આયોજન
કરવું, ખાનગી ડોક્ટરને માહિતી આપવા માટે વર્કશોપનું આયોજન કરવું જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અને
કલેકટરશ્રી દ્વારા સમિતિના સભ્યોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટરશ્રી બી.એન. ખેર, જિલ્લા આરોગ્ય અધિકારી
શ્રી ડો. ભાયા, ઈનચાર્જ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી જામનગર, ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર શ્રી ડો. સંદીપ
રાઠોડ, તાલુકા આરોગ્ય ઓફિસરશ્રીઓ તેમજ સમિતિના અન્ય સદસ્યો ઉપસ્થિત રહયા હતા.

.સી.-પી.એન.ડી.ટી.-બેઠક-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *