Gujarat

બોડેલી ખાતે છોટાઉદેપુર જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશનની  મીટીંગ મળી જેમાં કેટલીક માગણીઓ નહીં સંતોષાતા કોન્ટ્રાક્ટરોએ સરકારી ટેન્ડરો નહીં ભરવાનો નિર્ણય કર્યો

બોડેલીમાં છોટાઉદેપુર જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશનની મહત્વપૂર્ણ મીટીંગ મળી હતી. જેમાં કેટલીક માગણીઓ નહીં સંતોષાતા કોન્ટ્રાક્ટરોએ સરકારી ટેન્ડરો નહીં ભરવાનો નિર્ણય કર્યો છે. જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ શાહ એકતા એસોસીએટ્સ વાળાની ઉપસ્થિતિમાં મળી હતી.

જિલ્લાના કોન્ટ્રાક્ટરોને પડતી વિવિધ મુશ્કેલીઓની વિસ્તૃત પણે ચર્ચાઓ કરવામાં આવી હતી અને છોટાઉદેપુર જિલ્લા કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ શાહે સમગ્ર ગુજરાતના કોન્ટ્રાક્ટરોની વિવિધ માંગણીઓને લઈને દોઢેક વર્ષ પહેલા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તે પૈકીની સરકારના તમામ વિભાગોમાં સ્ટાન્ડર્ડ બિડીંગ ડોક્યુમેન્ટ મુજબ ટેન્ડર કાઢવામાં આવે, દરેક જિલ્લા વાર નવા એસ.ઓ.આર બનાવવામાં આવે અને નવા ટેન્ડર જીએસટી વગરના ટેન્ડર કાઢી જીએસટી અલગથી એડ કરીને પેમેન્ટ કરવામાં આવે તેવી ત્રણ માંગણીઓ પણ સ્વીકારવામાં આવી હતી. પરંતુ તેની અમલવારી આજ દિન સુધી નહીં થતા સરકારી કામ કરતા કોન્ટ્રાક્ટરોમાં નારાજગી પ્રવર્તી છે. બોડેલી ખાતે છોટાઉદેપુર જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશનની  મીટીંગ મળી જેમાં કેટલીક માગણીઓ નહીં સંતોષાતા કોન્ટ્રાક્ટરોએ સરકારી ટેન્ડરો નહીં ભરવાનો નિર્ણય કર્યો હતો

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *