Gujarat

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક સ્વામિનારાયણ હોલ ખાતે યોજાઇ હતી, ત્યારબાદ નગરમાં રથયાત્રા પહેલા સમગ્ર રૂટ પર જિલ્લા પોલીસ વડાએ રિહર્સલ કર્યું હતું 

છોટાઉદેપુર નગર ખાતે દર વર્ષની જેમ ચાલુ સાલે પણ જગન્નાથજી ની ભવ્ય રથયાત્રા તા. 20-6-2023ના રોજ નગરના શ્રી રણછોડરાય મંદિર ખાતેથી નીકળનાર છે. જેને લઈને જિલ્લા પોલીસ વડા ઘમેન્દ્ર શર્માની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક સ્વામિનારાયણ હોલ ખાતે યોજાઇ હતી, આ શાંતિ સમિતિની બેઠકમાં દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, ત્યારબાદ જિલ્લા પોલીસ વડા ઘમેન્દ્ર શર્માએ નગરમાં રથયાત્રાના સમગ્ર રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું  જિલ્લામાં રથયાત્રાને લઇ છોટાઉદેપુર જિલ્લા પોલીસ સજ્જ થઇ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

VideoCapture_20230619-130638.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *