Gujarat

માણાવદર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી

*મોહરમ પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા અપીલ*
માણાવદર પંથકમાં મહોરમ તહેવારની ઉજવણી અંતર્ગત માણાવદર પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ સી.વાય.બારોટ ની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિ બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ તથા સંગઠનના પદાધિકારીઓએ ભાગ લીધો હતો.
મહોરમ તહેવાર દરમિયાન શહેરમાં કાયદો અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા તથા સમય મર્યાદામાં તહેવારની ઉજવણી કરી પોલીસ કામગીરીમાં ઉપયોગી થવા પી.એસ.આઈ.એ અપીલ કરી હતી જેના અંતર્ગત માણાવદર શહેરની પરંપરા પ્રમાણે કોમી એકતા અને ભાઈચારાની ભાવના સાથે મહોરમના તહેવાર ઉજવવા તથા પોલીસ કામગીરીમાં સહભાગી થવા તમામ અગ્રણીઓએ પી.એસ.આઇને ખાત્રી આપી હતી.
તસવીર જયદીપ બરવાડીયા
અહેવાલ જીગ્નેશ પટેલ માણાવદર

IMG-20230727-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *