છોટાઉદેપુર નગરમા આગામી અષાઢી બીજ તા. ૨૦ જૂન ના રોજ ભગવાનશ્રી જગન્નાથજીની આઠમી રથયાત્રા ભવ્ય રીતે નીકળ નાર છે આજરોજ પોલીસ વિભાગ દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. તમામ આગેવાનોએ સાથ સહકારથી આ આઠમી રથયાત્રાની ભવ્ય ઉજવણી કરવા સુર પુરાવ્યો હતો. તમામ સમાજ જનો દ્વારા શાંતિપૂર્ણ વાતવરણમાં સુવ્યવસ્થિત રીતે ભવ્ય ઉજવણી થાય અને તમામ નગરજનોને આ ભવ્ય આયોજન માં સહભાગી થવા આયોજકો એ આમંત્રણ પાઠવ્યું હતું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


