જામનગર જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને શહેરી તકેદારી
સમિતિ, જિલ્લા તકેદારી સમિતિ તેમજ મેન્યુઅલ સ્કેવેન્જર્સ પ્રોહીબીશન એક્ટ અંતર્ગત જુન-2023
અંતિત ત્રિમાસિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં, જિલ્લા અને શહેરી તકેદારી સમિતિની બેઠક અંતર્ગત, જિલ્લા કલેકટરશ્રી દ્વારા પડતર કેસોના
નિકાલ અંગે સૂચના આપવામાં આવી હતી. તેમજ, મેન્યુઅલ સ્કેવેન્જર્સ પ્રોહિબીશન એક્ટ અંતર્ગત જુન-
2023 અંતિત ત્રિમાસિક બેઠકમાં સફાઈ કામદારોના હેલ્થ ચેકઅપ તથા તેમને જરૂરી સુરક્ષા સાધનો
મળી રહે તે અંગે સુનિશ્ચિત કરવા માટે કલેકટરશ્રીએ સમિતિના સદ્સ્યો સાથે પરામર્શ કર્યો હતો. તેમજ,
આવાસ યોજનાનો વધુમાં વધુ લાભાર્થીઓ લાભ લઈ શકે તે માટે પૂરતા પ્રયત્નો કરવા માટે સંબંધિત
વિભાગના અધિકારીશ્રીઓને જરુરી સૂચના આપી હતી.
ઉક્ત બેઠકમાં, ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, અન્ય પદાધિકારીશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી
વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેક્ટર શ્રી બી.એન.ખેર, નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ
કલ્યાણ ડૉ. ઘનશ્યામ વાઘેલા, ડી.આર.ડી.એ. નિયામક શ્રી ચૌધરી, નાયબ પશુપાલન નિયામક શ્રી ડો.
તેજસ શુક્લ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ગોહિલ, આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર સુશ્રી બીનલ
સુથાર, નાયબ બાગાયત નિયામકશ્રી તેમજ અન્ય વિભાગના અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા.
