Delhi

મહારાષ્ટ્રમાં ઝઘડાનું કારણ બન્યું એક મંત્રાલય

દિલ્હી
મહારાષ્ટ્રના ડેપ્યુટી ઝ્રસ્ અજીત પવાર અને દ્ગઝ્રઁ ના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે બુધવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે લગભગ ૪૫ મિનિટ સુધી મુલાકાત કરી હતી. આ બેઠક પહેલા પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે, આ માત્ર ઔપચારિક બેઠક છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્ર સરકારમાં પોર્ટફોલિયોની વહેંચણીને લઈને મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે અભિપ્રાય ન બનાવી શકવાને કારણે તેમને દિલ્હી જવું પડ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં નાણા મંત્રાલયને લઈને હજુ સુધી કોઈ એક મત થયો નથી. અજિત પવાર મહારાષ્ટ્ર સરકારમાં નાણા મંત્રાલય મેળવવા માંગે છે, જ્યારે શિંદે અને ફડણવીસ નાણા મંત્રાલય આપવા તૈયાર નથી. ગૃહમંત્રીને મળવા પાછળનું આ એક મુખ્ય કારણ હોઈ શકે છે. મહારાષ્ટ્ર સરકારમાં ટૂંક સમયમાં કેબિનેટ વિસ્તરણ થવાનું છે. ભાજપે તેના તમામ ધારાસભ્યોને માત્ર મુંબઈમાં જ રહેવા કહ્યું છે. ગૃહમંત્રી સાથેની મુલાકાત બાદ અજિત પવાર અને પ્રફુલ્લ પટેલ બંને ગુરુદ્વારા રકાબગંજ સ્થિત સરકારી બંગલામાં ગયા હતા. માનવામાં આવે છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ દિલ્હી બોલાવવામાં આવી શકે છે જેથી કરીને પોર્ટફોલિયો સંબંધિત સમસ્યાનો ઉકેલ લાવી શકાય. મહારાષ્ટ્રમાં શિંદે-ફડણવીસ સરકારમાં અજિત પવારની એન્ટ્રી સાથે જ વિવાદ શરૂ થયો છે. દ્ગઝ્રઁ ના ક્વોટામાંથી બનેલા નવા મંત્રીઓને સરકારી બંગલા અને ઓફિસ મળી ગઈ છે, પરંતુ કોને કયું મંત્રાલય મળશે, તે હજુ નક્કી થયું નથી. એક તરફ શિંદે જૂથ પોતાની માગ પર અડગ છે, તો બીજી તરફ અજિત પવાર અને તેમના સમર્થકો પીછેહઠ કરવા તૈયાર નથી. આ મામલો હવે બીજેપી દિલ્હીના નેતૃત્વ સુધી પહોંચ્યો છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *