ઊના થી દિવ બાઇક પર લઇ જઇ અલગ અલગ ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચર્યુ હતું…
ઊના તાલુકાના અલગ અલગ ગામમાં રહેતા બે શખ્સોએ સગીરવયની યુવતીને લગ્ન કરવાની લાલચ આપી બાઇક પર દિવ ખાતે લઇ
જઇ અલગ અલગ ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચરેય હોય આ અંગેની જાણ ભોગબનનારે તેની માતાને કરતા પોલીસમાં બે શખ્સો વિરૂધ
દુષ્કર્મ, પોસ્કો સહીતના ગુન્હા હેઠળ ફરીયાદ નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે..ઊનાના સૈયદ રાજપરા રહેતો દિનેશ ભાણા
રાઠોડ તેમજ દુધાળા ગામનો ધનજી ઉર્ફે કૃણાલ ગોવિંદ પરમાર બન્ને શખ્સોએ ઉનામાં રહેતી સગીરવયની યુવતી ઉ.વ.૧૫ ને તા.
૧૦ થી ૧૪ જુન ૨૦૨૩ દિવસ દરમ્યાન ઉના બગીચા પાસેથી બાઇકમાં બેસાડી દિવ ખાતે લઇ ગયા હતા. અને આ શખ્સોએ લગ્ન
કરવાની લાલચ આપી અલગ અલગ ગેસ્ટહાઉસમાં લઇ જઇ તેમની મરજી વિરૂધ દુષ્કર્મ આચર્યુ હતું. આ સમગ્ર ઘટનાની સગીરવયે
પોતાની માતાને જણાવતા આ બાબતે ઉના પોલીસમાં બે શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોધવતા પોલીસે દુષ્કર્મ, પોસ્કો સહીતની કલમ
હેઠળ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ અંગે ઉના પી.આઇ. એન.કે ગોસ્વામી તપાસ ચલાવી રહ્યા છે.