Gujarat

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે નવી નિમણુંક પામેલા આરોગ્ય કર્મચારીઓ નો એક દિવસીય તાલીમ વર્કશોપ યોજાયો.  

છોટાઉદેપુર જિલ્લામાં નવી નિમણુંક પામેલા વિવિધ લક્ષી આરોગ્ય કર્મચારી(પુરુષ)નો રાષ્ટ્રીય ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય તાલીમ વર્કશોપ નું જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે કરવામાં આવ્યું હતું,જેમાં ૭૦ થી વધુ કર્મચારીઓ ને ટીબી કાર્યક્રમમાં ટીબી રોગ નાં નવા દર્દીઓ શોધવા તેમજ સારવાર પર મુકી રોગમુક્ત કરવા માટે કરવા ની થતી પાયાની કામગીરી બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
 મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો સીબી ચૌબીસા નાં માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ તાલીમ વર્કશોપ માં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ દ્વારા ટીબી રોગ નાં દર્દીઓ ને સરકાર દ્વારા ઉપલબ્ધ સેવાઓ જેવી કે મફત તપાસ અને સારવાર તથા ન્યુટ્રીશન પોષણ યોજના અંતર્ગત દર મહિને મળતી રૂપિયા ૫૦૦ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ દ્વારા દર્દીના બેંક એકાઉન્ટમાં જમા કરાવવા તેમજ અન્ય સેવાભાવી સંસ્થાઓ અને સમાજમાંથી સેવાભાવી દાતાઓ શોધી પૌષ્ટિક આહાર કીટ ઉપલબ્ધ કરાવવા વિશે માહિતી આપી હતી જ્યારે મેડિકલ ઓફિસર ડો.કુલદિપ શર્મા, જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર કુલદીપસિંહ ગોહિલ, જિલ્લા ટીબી-એચ આઈ વી કો ઓર્ડીનેટર વાલસિંગભાઇ રાઠવા,લેબ સુપરવાઈઝર પરેશભાઈ વૈદ્ય તથા સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર મનહરભાઈ વણકર સહિત નાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં સ્ટાફ દ્વારા વિવિધ ટોપિક પર તાલીમ આપવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230804-WA0064.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *