National

પાકિસ્તાનમાં હિંદુ લઘુમતિઓની સ્થિતિ અંગે પુછેલા પ્રશ્ન પર પાકિસ્તાનીનો જવાબ વાઈરલ થયો

પાકિસ્તાન
આજકાલ સોશિયલ મીડિયામાં પાકિસ્તાનમાં ચાલતી હલચલના અનેક વીડિયો સામે આવતા હોય છે. જેમાં પાકિસ્તાની જનતાને રિપોર્ટર દ્વારા અનેક સવાલો પુછવામાં આવે છે અને તેના પાકિસ્તાની જનતા દ્વારા ઘણીવાર વિચાર્યા વગરના જવાબો આપવામાં આવે છે. જે લોકોને હાસ્ય પિરસે છે. આવા વીડિયોને લોકો ખુબ જ માણતા હોય છે. અને, પાકિસ્તાની જનતાની વિચારસરણી અંગે લોકોને પોતાના મંતવ્યો બાંધવામાં મદદરૂપ બનતા હોય છે. આવો જ એક બીજાે યુટયુબ વીડિયો પણ લોકોને ખુબ જ ગમી રહ્યો છે. પાકિસ્તાનમાં હિંદુઓની સ્થિતિ પર ઇન્ટરવ્યુ લેનાર દ્વારા પ્રશ્ન પુછવામાં આવે છે. જે અંગે પાકિસ્તાનનો વ્યક્તિ હાસ્યાસ્પદ જવાબ આપી રહ્યો છે. ત્યારે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ ભારતના લઘુમતી અને પાકિસ્તાનના લઘુમતીઓની સ્થિતિ વિશે પુછે ત્યારે જવાબ આપનાર કહે છે અત્યારો થઇ રહ્યા છે. ત્યારે રિપોર્ટર કહે છેકે પાકિસ્તાનમાં એક સમયે ૨૭ ટકા હિંદુ લઘુમતીઓ છે. જયારે અત્યારે પાકિસ્તાનમાં માત્ર ૨ ટકાથી પણ ઓછા હિંદુઓ રહી ગયા છે. આ યુટયુબ વીડિયોમાં પાકિસ્તાની વ્યક્તિના રમુજ જવાબો લોકોને ખુબ જ માણી રહ્યા છે. આ સાથે ભારત વિશે પુછાયેલા પ્રશ્નના જવાબમાં પણ આ પાકિસ્તાની ગોળગોળ જવાબ આપીને લોકોને હાસ્ય પિરસી રહ્યો છે.

Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *