મકસુદ કારીગર,કઠલાલ
વકીલ કેશવલાલ મોતીલાલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શેઠ એમ. આર. પ્રાથમિક વિભાગ કઠલાલ ખાતે વાલી સંમેલન યોજવામાં આવ્યું. હતું. જેમાં સંસ્થાના ઉપપ્રમુખ જગદીશભાઈ ભટ્ટ સાહેબ, શાળાના આચાર્ય મનીષકુમાર પટેલ તથા સૌ સ્ટાફ શિક્ષક મિત્રો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષક અને વાલી નો સહિયારો પ્રયાસ, શાળા દ્વારા કરવામાં આવતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સ્પધૉઓ, રમતો સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ – સ્પધૉઓ વગેરે વિશે ઉપપ્રમુખશ્રી જગદીશભાઈ ભટ્ટ સાહેબ તથા આચાર્યશ્રી દ્વારા સુંદર માહિતી આપવામાં આવી હતી. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળા, શિક્ષક,અને વાલીનો સહારો પ્રયત્ન જરૂરી છે. જેના અનુસંધાને વાલી મિત્રોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


