Gujarat

બકરી ઈદના તહેવાર ને લઈને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ ….

ઈન્ચાર્જ PSI એ.એમ.રાવલ ની હાજરીમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો બેઠકમાં હાજર રહ્યા….
આગામી દિવસમાં આવી રહેલ બકરી ઈદ ને લઈને બકરી ઈદની શાંતિપુર્ણ રીતે ઉજવણી થાય તે માટે બોટાદ જીલ્લા પોલીસ વડાની સુચનાથી રાણપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતીની બેઠક યોજાઈ હતી.રાણપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ PSI એ.એમ.રાવલ ના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.જેમાં રાણપુર શહેરના હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.PSI એ.એમ.રાવલે હાજર તમામ આગેવાનોને કહ્યુ હતુ કે બકરી ઈંદ ની શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ઉજવણી થાય કોઈની ધાર્મિક લાગણી નો દુભાય તે રીતે ઉજવણી કરવા અપીલ કરી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

Picsart_23-06-27_17-25-39-964.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *