આગામી તા.૨૦ના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઉત્સવ જામકંડોરણા ખાતે ઉજવવામાં આવનાર છે ત્યારે શહેરમાં કોમી એકતા, શાંતિ જળવાઇ રહે તે માટે શાન્તિ સમીક્ષાની બેઠકનું જામકંડોરણા પોલીસ સ્ટેશન પટ્ટાગંણ ખાતે નાયબ પોલીસ અધિક્ષક રોહીતસિંહ ડોડીયા અધ્યક્ષતામાં કરવા આવ્યું હતું
આ બેઠકમાંહિન્દુ-મુસ્લિમ સમાજ ભાઈચારાથી રહે અને આવનાર તહેવારોમાં શાંતિ ડહોળાઈ નહિ તે હેતુ સુચનો આપવામાં આવ્યા હતા. અને કોઈ પણ સમાજ વિષે સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણીઓ દુભાઈ તેવી પોસ્ટ વાયરલ નહિ કરવા પોતાના સમાજના માણસોને તાકીદ કરવા અપીલ કરાઈ હતી. અને તે વિશે આગેવાનોને સૂચનો આપવામાં આવ્યા હતા.
આ શાન્તિ સમીક્ષાની બેઠકમાં હાજર રહેલ સભ્યો દ્વારા રથયાત્રાના રૂટ વિસ્તારમાં પરંપરાગત રીતે દર વર્ષે નિકળનાર રામદેવજી મહારાજ ની રથયાત્રા દરમિયાન જામકંડોરણા શહેરમાં કોમી એખલાસભર્યું તથા ભાઇચારાનું વાતાવરણ જળવાઇ રહે તેવી જામકંડોરણાની શાંતિપ્રિય અને સંસ્કારી જનતાને અપીલ કરવા કરવા મા આવી હતી સમગ્ર શાન્તિ સમીક્ષાની બેઠકનું સંચાલન જામકંડોરણા પીએસઆઈ વિ. એમ ડોડીયા દ્વારા કરવામાં આવેલ હતું.
અહેવાલ અતુલ લશ્કરી જામકંડોરણા


