બગસરા તાલુકાના નવા પીપરીયા ગામેથી એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની કુલ બોટલ નંગ – ૬૮ કિ.રૂ.૨૫,૫૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ગઇ કાલ તા.૦૬/૦૭/૨૦૨૩ નાં રોજ બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમી હકિકત આધારે બગસરા તાલુકાના નવા પીપરીયા ગામની બહાર, પડતર જગ્યા પાસેથી એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી લઇ પકડાયેલ ઇસમ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે
→ પકડાયેલ આરોપીઓઃ-
નરેશ ઉર્ફે નિકુંજ ગોવિંદભાઇ પરમાર, ઉ.વ.૨૩, રહે.નવા પીપરીયા, તા.બગસરા, જિ.અમરેલી,
રે પકડવાના બાકી આરોપીઓઃ-
(૧) મનીષ ઉર્ફે પારલે રાબડીયા, રહે.બગસરા, તા.બગસરા, જિ.અમરેલી. (૨) રવિરાજ બદરૂભાઇ વાળા, રહે.માલસીકા, તા.ધારી, જિ.અમરેલી.
૭ પકડાયેલ મુદ્દામાલઃ-
ભારતીય બનાવટની વિદેશી ઘરૂની મેકડોવેલ્સ નંબર- ૧, કલેકશન વ્હીસ્કી ઓરીજનલની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૬૮ મળી કુલ કિ.રૂ. ૨૫,૫૦૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના હેડ કોન્સ. આદિત્યભાઇ બાબરીયા, તથા પો કોન્સ. ઉદયભાઇ મેણીયા દ્વારા કરવામાં આવેલ છે.