Gujarat

રાણપુરમાં ગ્રામ પંચાયત ખાતે શહીદ વીર ની તક્તિ અનાવરણ કાર્યક્રમ યોજાયો.. 

મારી માટી , મારો દેશ-માટી ને નમન…

જીલ્લા પોલીસ વડા કીશોર બળોલીયાની આગેવાનીમાં ભવ્ય પદયાત્રા રેલી,સાંસ્કૃતિક કાર્યક્રમ,વૃક્ષા રોપણ,પોલીસ જવાનો નુ સન્માન સહીતના કાર્યક્રમો યોજાયા….
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે આ વર્ષની ઉજવણીની થીમ માટી સાથે સંકળાયેલી છે ત્યારે મારી માટી,મારો દેશ-માટી ને નમન,વીરોને વંદન અભિયાન અંતર્ગત બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ગ્રામ પંચાયત ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો.જેમાં બોટાદ માલધારી ચોક ખાતે આવેલ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ની પ્રતિમા ને બોટાદ જીલ્લા પોલીસ વડા કીશોર બળોલીયા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી ગ્રામ પંચાયત સુધી પદયાત્રા કરવામાં આવી હતી.તેમજ બસ સ્ટેશન પાસે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાં ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.જ્યારે ગ્રામ પંચાયત ખાતે શહીદવીર વિજયભાઈ શાંતિલાલ મોજીદરા,રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી,સૌરાષ્ટ્ર ના સિંહ અમૃતલાલ શેઠ ની તક્તી મહાનુભાવો ના વરદ હસ્તે અનાવરણ કરવામાં હતી.તેમજ રાણપુર ના દિકરા-દિકરી વિવિધ પોલીસ વિભાગ માં ફરજ બજાવતા હોય તેઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.આઝાદી ના ૭૫ માં વર્ષ નિમિત્તે એક સાથે ૭૫ દિવડા પ્રગટાવી,ધ્વજ વંદન કરી વીર શહીદો ને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.આ પ્રસંગે બોટાદ જીલ્લા પોલીસ વડા કીશોર બળોલીયા,લોક ગાયક અભેસિંહ રાઠોડ,રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પીનાકી મેઘાણી,ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યુ હતુ.ગીતાંજલી સ્કુલની બાળા ઓ દ્વારા સુંદર લોક નૃત્ય કર્યુ હતુ.વિવિધ જાતના વૃક્ષો નું રોપાણ કરવામાં આવ્યુ હતુ.જીલ્લા પોલીસ વડા કીશોર બળોલીયા નું વેપારી મંડળ,ગ્રાપ પંચાય તેમજ ગામના આગેવાનો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે ગ્રામ પંચાયતના તલાટી,તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સોલંકી,સરપંચ ગોસુભા પરમાર,વેપારી મંડળના આગેવાનો,રાણપુર શહેરના આગેવાનો,જીલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળા,તાલુકા પંચાયતના સદસ્ય ઈશ્વરભાઈ પંચાળા સહીતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.તેમજ વિવિધ સ્કુલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

20230809_165129.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *