Gujarat

ઉપર એકલી ઉભેલી ચિંતીત કિશોરીને પોલીસ ઇન્સ્પેકટર દ્વારા માર્ગદર્શન આપીને તેના માતા પિતા સાથે મિલાપ કરાવી સરાહનીય કામગીરી કરતી મહિલા પોલીસ સ્ટેશન અમરેલી.

શ્રી ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં ગુમ અપહરણ થયેલા બાળકો વ્યક્તિઓને શોધી કાઢવા અને જીલ્લામાં શાંતી અને સલામતી જળવાયેલી રહે તે અંગે ખાસ સુચના આપેલ હોય, જે અન્વયે શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્રાસ ઝુમ અપહરણ થયેલા બાળકો વ્યક્તિઓને શોધી કાઢવા અને પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય સેવા,સુરક્ષા અને શાંતીને સાર્થક કરવા જરૂરી સુચના આપેલ હોય. જે અન્વયે અમરેલી મહિલા પોલીસ સ્ટેશનની બહારની બાજુ રોડ પાસે સવારના સમયે એક કિશોરી ચિંતીત હોઇ જેને પોલીસ ઇન્સ.શ્રી કે.સી.પારગી નાઓએ પોતાની ફરજ પર જતા હોય તે દરમ્યાન તેને જોઇ જતા કિશોરી પાસે જઇ તેણીને ચિંતામાં રહેવા અંગેનું કારણ પુછતા જણાવેલ કે, તેણીને તેના માતા-પિતાના ઘરે જવું છે પણ પોતે જઇ શકતી નથી. જેથી તે કીશોરીને મહિલા પોલીસ સ્ટેશનમાં અંદર લાવી આસ્વાદાન આપી સ્ટાફ સાથે પુછતા જાણવા મળેલ કે, તેણીના માતા- પિતા બંને અલગ-અલગ જગ્યાએ રહેતા હોય તેઓ બંનેએ બીજા લગ્ન કરેલ હોય અને તેણીની માતાએ કિશોરીની જાણ બહાર અન્ય જગ્યાએ સગાઇ કરાવી આપેલ. જે બાબતે કિશોરીને ઘણા સમયથી મનોમન મનદુ:ખ ચાલી આવતું હોય તેણીએ માતાને જાણ કર્યા વગર મોરબી ખાતે રહેતા તેના પિતાના ઘરે જતી રહેલ અને આશરે પંદરેક દિવસ સુધી રોકાયેલ તે દરમ્યાન કિશોરીના પિતાએ પણ કિશોરીને જાણ કર્યા વગર અન્ય છોકરા સાથે સગાઇની વાતચીત ચલાવતા. કિશોરીને આ બાબતની જાણ થતા, તેના પિતાને કહ્યા વગર ઘરેથી નીકળી અમરેલી મુકામે આવી ગયેલ, અને તેણીને પરત તેના માતાના ધરે જવું હોય પરંતુ ડર લાગતો હોય. પોલીસ ઇન્સ.શ્રી કે.સી.પારગી નાઓએ કિશોરીના માતા પિતાને પો,સ્ટે. બોલાવી કિશોરીને જીવનમાં આગળ વધવાની તેમજ તેનું ભવિષ્ય સારૂ બને તે માટે વધુ શિક્ષણ આપવાની સલાહાસમજુતી આપેલ અને મજકુર કિશોરીને તેની ચિંતાનું સમાધાન કરી આપી તેના માતા-પિતા સાથે મિલાપ કરાવી સરાહનીય કામગીરી કરેલ છે
આ કામગીરીમાં પો.ઇન્સ. શ્રી કે.સી.પારગી સાહેબ મહિલા પોલીસ સ્ટેશન અમરેલી નાઓ તથા અનાર્મ હેડ.કોન્સ. સુરૈયાબાનુ એ.બેલીમ પો.કોન્સ. મીરાબેન બી, દેવમુરારી તેમજ ડ્રા.હેડ.કોન્સ. રમેશભાઇ ગોહિલ એ રીતેના પોલીસ જોડાયેલ હતા.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230614-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *